Incharge's Message
Incharge's Message (Secondary - Eng / Guj Med.)

Mr. Naresh Ganvit (Incharge)

નમસ્તે !

એક ઇન્ચાર્જ આચાર્ય તરીકે ન્યુ મોડેલ હાઇસ્કુલમાં મને કાર્ય કરવાનું સૌભાગ્ય મળ્યુ એ મારા માટે એક ગર્વનાની વાત છે. ન્યુ મોડેલ હાઇસ્કુલ મારી નજરે સરસ્વતીના મંદિર સમાન જ છે.મારી કારકીર્દી ની શરૂઆત આ શાળા સાથે થઈ અને જોતજોતામા આજે ૩૩ વર્ષ થઈ ગયા. શાળા સાથે મારો આત્મીય સંબંધ બંધાઇ ગયેલ. શાળાના દરેક બાળકમા મેં શાક્ષાત ઈશ્વર જોયા છે. શિક્ષા મેળવવી એ અધિકાર છે પરંતુ શિક્ષા આપવી એ આશીર્વાદ છે. શિક્ષણ દેશના ભવિષ્યનો પાયો મજબુત બનાવે છે. દેશના ભવિષ્યના ચણતરમા શિક્ષક પોતાની અગમ્ય ભુમિકા ભજવે છે. બાળકો માટે સફળ થવુ એટલે સારી નોકરી મેળવવી કે સારા વ્યવસાયી બનવુ. જ્યારે શિક્ષક માટે સફળતા ત્યારે જ બને જ્યારે તે પોતાના વિધાર્થીને સફળ થતા જુએ છે. વિશ્વમા બાળકની સફળતાથી માત્ર બે લોકો અદેખાતા નથી. એક છે બાળકના માતા-પિતા અને બીજો શિક્ષક. શિક્ષકની મારી કારકિદ્દીએ મને એક સારા વ્યક્તિ તરીકે ઘડ્યો છે. જેમા ન્યુ મોડેલ હાઇસ્કુલના ટ્રસ્ટીશ્રીઓ અને તમામ શિક્ષકગણ સ્ટાફનો મોટો ફાળો છે. શાળાના વિધાર્થીઓએ હંમેશા ટેક્નોલોજી સાથે આગળ વધતા મને શિખવ્યો છે. શાળાના વિધાર્થી માટે મારો એટ્લો જ સંદેશ છે કે શાળામા વિતાવેલ સમય જીવનનો સૌથી યાદગાર સમય છે. તેને ખુબ માણજો અને જીવનમાં આગળ વધજો.